રાજ્યના પશુપાલન વિભાગ અને EMRI ગ્રીન હેલ્થ સર્વિસના સહયોગથી 1962 અને ફરતા પશુ દવાખાનાની સેવા કાર્યરત છે. આ સેવામાં 1962 એનિમલ હેલ્પલાઈન નંબર પર ફક્ત એક કોલ કરીને અબોલ પશુઓ માટે સારવાર મેળવી શકાય છે અને સેવાનો લાભ મેળવી શકાય છે.


29, 889 જેટલા પશુઓને સારવાર આપવામાં આવી

આણંદ જિલ્લામાં છેલ્લા 6 વર્ષથી કાર્યરત ફરતું પશુ દવાખાનાની સેવા એટલે કે 1962 એનિમલ હેલ્પલાઈન દ્વારા લાખોની સંખ્યામાં અબોલ જીવોની સારવાર કરવામાં આવી છે. છેલ્લા એક વર્ષમાં 1962 હેલ્પ્લાઈન સેવા દ્વારા જિલ્લાના અંદાજીત 29, 889 જેટલા પશુઓને સારવાર આપવામાં આવી છે. આ સેવા અંતર્ગત વેટરનરી ડોકટર (પશુ ચિકિત્સક) દ્વારા બિનમાલિકીના તેમજ પાળેલા/માલિકીના દુધાળા પશુઓ જેવા કે ગાય, ભેંસ, બકરી અને તે સિવાય શ્વાન તથા બિલાડી જેવા પશુઓની પણ નિ:શુલ્ક સારવાર કરવામાં આવે છે.

પશુઓની નિઃશુલ્ક સારવાર કરાય છે

જિલ્લામાં કાર્યરત 1962 હેલ્પલાઈન દ્વારા છેલ્લા એક વર્ષમાં 13,606 ભેંસો, 9,898 ગાય, 2,311 બકરીઓ, 3,557 શ્વાન, 240 ઘેટાઓ અને 277 બિલાડીની સારવારનો સમાવેશ થાય છે. 1962 સેવાનો મુખ્ય હેતુ જિલ્લાના માલિકીના તથા બિનમાલિકી પશુઓની નિઃશુલ્ક સારવાર કરવાનો છે અને આણંદ જિલ્લામાં આ સેવા અબોલ જીવો અને પશુપાલકો માટે વરદાનરૂપ સાબિત થઈ છે.

આ પણ વાંચો : Local Body Elections 2026: ઉનામાં પોલીસનું શક્તિ પ્રદર્શન, 32 વાહનોના કાફલા સાથે યોજી ફ્લેગ માર્ચ


 

  • Follow us on: