બનાસકાંઠાથી અલગ કરવામાં આવેલા નવા બનેલા વાવ થરાદ જિલ્લામાં નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. ભાભરમાં વાવ થરાદ વહીવટી તંત્ર દ્વારા નવી પહેલ શરૂ કરવામાં આવી છે. આ પહેલ હેઠળ વાવ થરાદ જિલ્લાના અધિકારીઓ અને પદાધિકારીઓએ શાળાના બાળકો સાથે મધ્યાહન ભોજન કર્યું હતું. આ પહેલ હેઠળ હવે અઠવાડિયામાં એક દિવસ અધિકારીઓ બાળકો સાથે મધ્યાહન ભોજન કરશે.


જિલ્લા કલેક્ટર, ડીડીઓ સહિતના અધિકારીઓ હાજર રહ્યા

વાવ થરાદ જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલી આ પહેલને પદાધિકારીઓએ પણ આવકારી છે. તેઓ પણ આ પહેલમાં સહભાગી થયા હતા. જેમાં સાંસદ ગેનીબેન ઠાકોર અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પણ હાજર રહ્યા હતા. આ પહેલનો પ્રારંભ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા કરાવવામાં આવ્યો હતો. આ દરમિયાન જિલ્લા કલેક્ટર, ડીડીઓ સહિતના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

કુપોષણ અને શિક્ષણની ગુણવત્તા સુધારવાનો ઉદ્દેશ્ય

ભાભરના કુંવાળા ગામથી વાવ થરાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ નવી પહેલ શરૂ કરવામાં આવી છે. આ પહેલ અંતર્ગત વાવ થરાદ જિલ્લાના અધિકારીઓ અઠવાડિયામાં એક દિવસ બાળકો સાથે મધ્યાહન ભોજન કરશે. વાવ થરાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલી આ પહેલનો ઉદ્દેશ્ય કુપોષણ અને શિક્ષણની ગુણવત્તા સુધારવાનો છે.

એક મિશન તરીકે શરૂ કરી પહેલ

આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, વાવ થરાદ જિલ્લા દ્વારા એક નવા અભિગમ સાથે દરેક પ્રાથમિક શાળા અને આંગણવાડીની અંદર જિલ્લાના 100 જેટલા અધિકારીઓ અઠવાડિયામાં એકવાર શાળાઓની મુલાકાત લેશે અને ત્યાંજ મધ્યાહન ભોજન કરશે. જેનાથી ભોજનની ગુણવત્તા સુધરશે અને કુપોષણ સામેની લડાઈમાં મદદ મળશે. આ સાથે શાળાકક્ષાએ ક્વોલિટિ એજ્યુકેશનમાં મદદરૂપ થઈ શકશે. 2000 જેટલા યુનિટમાં અધિકારીઓએ આ કામને એક મિશન તરીકે શરૂ કર્યું છે. આ સારા કામ બદલ હું વહીવટી તંત્રને અભિનંદન પાઠવું છે. આ સારી પહેલ શરૂ કરી છે.

  • Follow us on: