બનાસકાંઠાના થરાદમાં ખેડૂતોની ખાતર માટે લાઇન જોવા મળી રહી છે. ખાતર મેળવવા ખેડૂતો વહેલી સવારથી લાઇનમાં ઉભેલા જોવા મળ્યા છે છતાં પુરતું ખાતર ના મળતું હોવાનો આરોપ લગાવાયો છે.


વહેલી સવારથી ખાતર માટે ખેડૂતોની કતારો

થરાદમાં વહેલી સવારથી ખાતર માટે ખેડૂતોની કતારો જોવા મળી રહી છે કારણ કે એરંડા અને રાયડાના પાક માટે ખાતરની અત્યારે અત્યંત જરુર છે પણ ખાતર મળતું નથી.

 થરાદ વિસ્તારમાં અપૂરતું ખાતર

ખેડૂતોએ આરોપ લગાવ્યો છે કે શિયાળુ સિઝનના પાક માટે ખાતરની જરુર છે પણ થરાદ વિસ્તારમાં અપૂરતું ખાતર છે. વહેલી સવારથી મહિલાઓ સહિત ખેડૂતો ખાતર લેવા માટે થરાદ સંઘમાં લાઇનમાં ઉભેલા જોવા મળી રહ્યા છે.

લાઇનમાં ઉભા રહેવા છતાં પુરતું ખાતર ના મળતું હોવાનો આરોપ

જો કે લાઇનમાં ઉભા રહેવા છતાં પુરતું ખાતર ના મળતું હોવાનો આરોપ ખેડૂતો લગાવી રહ્યા છે. પુરતા પ્રમાણમાં જે જોઇએ તેટલું ખાતર મળતું નથી થરાદમાં અપૂરતું ખાતર હોવાની ખેડૂતોએ વેદના વ્યક્ત કરી હતી.


  • Follow us on: