બનાસકાંઠાના વાવ થરાદમાં નાના ભાઈએ મોટા ભાઈની હત્યા કરી છે અને હત્યા બાદ આરોપી ફરાર થઈ ગયો છે, હત્યા પાછળનું કારણ અકબંધ છે, અને હત્યારા અમરત પ્રજાપતિને શોધવા પોલીસની ટીમ કામે લાગી છે, કેમ હત્યા કરી તેને લઈ પરિવારને પણ જાણ નથી, તો પરિજનોનું અનુમાન છે કે, બે ભાઈઓ વચ્ચે મનદુખમાં આ હત્યા થઈ હોઈ શકે છે.
વાવ થરાદમાં નાના ભાઇએ કરી મોટા ભાઇની હત્યા
વાવ તાલુકાના ભાટવર ગામે નાના ભાઈએ મોટા ભાઈની હત્યા કરી હોવાની વાત સામે આવી છે અને તિક્ષણ હથિયારના ઘા ઝીંકી મોટા ભાઇની હત્યા કરવામાં આવી છે, હત્યાનું કારણ અકબંધ છે અને હત્યારા ભાઈને શોધવા પોલીસ પણ ધંધે લાગી છે, પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, મોડી રાત્રે હત્યા કરવામાં આવી છે, એક ભાઈએ સગા ભાઈની હત્યા કરતા ગામમાં પણ શોકનો માહોલ છે.













