પાલનપુરના ભરચક ગણાતા બારડપુરાથી ભક્તોની લીમડી વિસ્તારમાં કેટલાક શખ્સો ખુલ્લી તલવારો અને લાકડીઓ (ધોકા) સાથે એકબીજા પર હુમલો કરી રહ્યા હતા. આ મારામારી એટલી હદે વણસી હતી કે જાહેરમાં તલવારો ઉછળતી જોઈને આસપાસના લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો કોઈ જાગૃત નાગરિકે ઉતારી લેતા તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ ઘટના બાદ પોલીસ એક્શનમાં આવી હતી અને આરોપીઓને પકડીને સરઘસ કાઢ્યું હતું.
પાલનપુરમાં ખુલ્લી તલવાર સાથે મચાવ્યો હતો આતંક
પ્રાપ્ત વિગતો પ્રમાણે પાલનપુરના ભરચક ગણાતા બારડપુરાથી ભક્તોની લીમડી વિસ્તારમાં કેટલાક શખ્સો ખુલ્લી તલવારો અને લાકડીઓ (ધોકા) સાથે એકબીજા પર હુમલો કરી રહ્યા હતા. આ મારામારી એટલી હદે વણસી હતી કે જાહેરમાં તલવારો ઉછળતી જોઈને આસપાસના લોકોમાં નાસભાગ મચી ગઈ હતી.આ સમગ્ર ઘટનાનો વીડિયો કોઈ જાગૃત નાગરિકે ઉતારી લેતા તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ શખ્સોને જાણે કાયદાનો કે પોલીસનો કોઈ ડર ન હોય તેમ ભીડવાળા વિસ્તારમાં હિંસક કૃત્ય કરી રહ્યા હતા. આ ઘટનાએ સ્થાનિક પોલીસની કામગીરી અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઊભા કર્યા હતાં.













