બનાસકાંઠા જિલ્લાના પાલનપુર નજીક આવેલા ચંડીસર હાઇવે પર તાજેતરમાં એક યુવક પર તલવાર વડે જીવલેણ હુમલો કરનારા અસામાજિક તત્ત્વો સામે પોલીસે કડક કાર્યવાહી કરીને તેમનો જાહેરમાં વરઘોડો કાઢ્યો હતો. ચંડીસર હાઇવે પર આવેલી એક હોટલ નજીક આ ઘટના બની હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપીઓએ પૈસાની લેતીદેતીના મામલે યુવક પર ખુલ્લી તલવારથી હુમલો કર્યો હતો.


પોલીસે અસામાજિક તત્વોને ઝડપી કાઢ્યો વરઘોડો

આ હુમલાને કારણે યુવકે ગઢ પોલીસ મથકે ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈને ગઢ પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં જ ત્રણ આરોપીઓને દબોચી લીધા હતા. પોલીસે કાયદાનો ડર પેદા કરવા અને અસામાજિક તત્ત્વોને સખત સંદેશ આપવા માટે આરોપીઓને ચંડીસર હાઇવે પર જ્યાં તેમણે ગુનો આચર્યો હતો.

આરોપીઓને ઘટના સ્થળે લઇ જઈ કરાયુ રિકન્સ્ટ્રકશન

ત્યાં જ લઈ જઈને જાહેરમાં તેમનો વરઘોડો કાઢ્યો હતો. આ દરમિયાન પોલીસે આરોપીઓ પાસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું. એટલું જ નહીં પોલીસે આરોપીઓને જાહેરમાં ઉઠક-બેઠક કરાવીને કાયદાનું ભાન કરાવ્યું હતું. પોલીસની આ કડક કાર્યવાહીને કારણે સ્થાનિક લોકોમાં રાહતની લાગણી ફેલાઈ છે અને પોલીસે વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો છે.


  • Follow us on: