મેળા દરમિયાન ૧૫૦૦ જેટલા સફાઈ કર્મીઓ - સફાઈ યોદ્ધાઓ મેળામાં સફાઈની ફરજ નિભાવી રહ્યા છે. આ પ્રસંગે કલેકટર મિહિર પટેલે સફાઈ કામદારોની સેવાભાવના અને નિષ્ઠાને બિરદાવી તેમને પ્રસાદ અને પ્રમાણપત્ર આપી સન્માન કર્યું હતું. તેમજ સફાઈ કામદારો માટે મંદિરમાં દર્શનની વિશેષ વ્યસ્થા અને સાંજની આરતી સફાઈ કામદારોને હાથે કરાવી હતી.
સફાઈ કર્મીઓ ભાદરવી પૂનમના મેળામાં કરી રહ્યાં છે સ્વચ્છતા
ભાદરવી પૂનમના મહામેળામાં સ્વચ્છતા અંગે વહીવટીતંત્ર દ્વારા વિશેષ કાળજી રાખી મેળા દરમિયાન ક્યાંય ગંદકી કે કચરાના ઢગ જોવા ન મળે એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવેની સીધી દેખરેખ હેઠળ સ્વચ્છતા સમિતિ દ્વારા સફાઈની કામગીરી મેળામાં કરવામાં આવી રહી છે.













