પંકજ ભાઈ આજે 72 વર્ષના થયા છે ત્યારે કહી શકાય કે તેમની અડધી જિંદગી પદયાત્રામાં મા અંબાના ખોળે પસાર થઈ છે. તેઓ પોતાની પદયાત્રા વિશે કહે છે કે આ પદયાત્રા નથી જિંદગીની સફર છે, મારી અડધી જિંદગી પદયાત્રામાં ગઈ છે, મા અંબાના આશીર્વાદ અને કૃપાથી જ હું આ ઉંમરે પણ મા અંબાના દર્શન માટે આવી શકું છું. મારો સંકલ્પ છે કે હું જીવીશ ત્યાં સુધી મા અંબાજી ની પદયાત્રા કરીશ.
અદભુત અને વિરલ સિદ્ધિને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સમાં પણ સ્થાન મળ્યું છે
પંકજ ભાઈ નાગરની મા અંબા પ્રત્યેની અનોખી અતૂટ શ્રદ્ધાને વૈશ્વિક સ્તરે સન્માન મળ્યું છે અને તેમની અવિરત અંબાજી પદયાત્રાના ૩૪ વર્ષે લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં નોંધ લેવાઈ છે. તેમની આ અદભુત અને વિરલ સિદ્ધિને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સમાં પણ સ્થાન મળ્યું છે.













