જય અંબે પગપાળા સંઘના પદયાત્રી દિનેશભાઈ પટેલ જણાવે છે કે, અમે સિદ્ધપુરથી 42 વર્ષથી સંઘ લઈને આવીએ છીએ. 400 થી 500 જેટલા પદયાત્રીઓ સાથે અમારો સંઘ માં અંબાના દર્શને આવે છે. બે વખત અમે સવા પાંચ કિલો ચાંદીનો ગરબો લઈને મા અંબાના દર્શને આવ્યા છીએ આ વખતે પણ અમારો સંઘ સવા પાંચ કિલો ચાંદીનો ગરબો લઈ શ્રદ્ધાથી માઁ અંબાના ધામે પહોંચ્યો છે.


42 વર્ષથી પાટણથી અંબાજી સંઘ લઈને જઈએ છીએ

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અમારો સંઘ કોઈપણ પ્રકારની તકલીફ વિના માઁ અંબાના નિજધામમાં આજે પહોંચી ગયો છે. આ દરમિયાન વચ્ચે અનેક સેવા કેમ્પો દ્વારા વિવિધ પ્રકારની સેવાઓ આપવામાં આવે છે આ સેવાઓનો લાભ અમારા સંઘને પણ મળ્યો છે અને તંત્ર દ્વારા પણ બહુ સારી વ્યવસ્થા કરવામાં આવી છે પણ જેથી અમને કોઈપણ પ્રકારની તકલીફ પડી નથી.

  • Follow us on: