દર્શનાર્થીઓ દર્શન કરવાના સમયે તેઓના પગરખા લઈને ખોવાનો દર હવે આરાસુરી ટ્રસ્ટ મંદિર દ્વારા દૂર કરવામાં આવ્યો છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા માં ના દર્શન માટે આવતા લાભાર્થીઓ મન મૂકીને દર્શન કરી શકે તે માટે, તેમના સામાનની સાચવણી થઈ શકે તે માટે પગરખા લગેજ કેન્દ્ર બનાવવામાં આવ્યું છે.
પગરખા માટે વિશેષ સુવિધા ઉભી કરાઈ
અહી આ કેન્દ્રમાં લાખો માઇ ભક્તોના પગરખાઓ અને લગેજને સાચવવામાં આવે છે જેથી પગરખા અને સામાન ખોવાનો ભય વગર માઇ ભક્તો આધ્યાત્મિકતા સાથે દર્શન કરીને ધન્યતાની અનુભતી કરે છે. ભાદરવી પૂનમના મેળાના પ્રસંગે યાત્રાળુશ્રી રાઠોડ ફુલાજીએ જણાવ્યું હતું, કે અમે દર પાંચ વર્ષથી અમે માં ના દર્શન માટે આવીએ છીએ. અહી પગરખાઓને સાચવણી તેમજ થેલા મૂકવાની વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. તેમજ સ્વછતા પણ સારી છે એ બદલ મંદિર ટ્રસ્ટ અને રાજ્ય સરકારનો આભાર માનું છું.













