બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાની કોદરામ દૂધ મંડળીમાં પશુપાલકોએ હોબાળો કર્યો છે. મંડળીમાં 11 લાખ રૂપિયાના દૂધની ઘટ મામલે હોબાળો મચી જવા પામ્યો છે. ડેરીના ચેરમેને દૂધની ઘટ મામલે વિચિત્ર કારણ રજૂ કર્યું છે. ગ્રામજનોએ દૂધના ભાવ વધારા મામલે હોબાળો મચાવ્યો છે. પશુપાલકોએ દૂધની ઘટ મામલે ગેરરીતિ થયાનો આક્ષેપ કર્યો છે.
પંખાના કારણે દૂધના વજનનું બેલેન્સ નહીં રહેતા આ ઘટ આવી
પ્રાપ્ત વિગતો પ્રમાણે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાની કોદરામ દૂધ મંડળીમાં 11 લાખના દૂધના જથ્થામાં ઘટ આવી હોવાનો પશુપાલકોએ આક્ષેપ કર્યો છે. ગ્રામજનોએ દૂધના ભાવ વધારા મામલે હોબાળો મચાવ્યો હતો. કોદરામ દૂધ મંડળીમાં 11 લાખની કિંમતના દૂધના જથ્થામાં ઘટ આવતા પશુપાલકોએ હોબાળો મચાવ્યો છે. આ ઘટ મામલે ડેરીના ચેરમેને વિચિત્ર કારણ રજૂ કર્યું હતું. ચેરમેને કહ્યું હતું કે, પંખાના વાઈબ્રેશનને કારણે આ ઘટ આવી છે. પંખાના કારણે દૂધના વજનનું બેલેન્સ નહીં રહેતા આ ઘટ આવી છે.













