૧૬ મતદાર મંડળોને આવરી લેતી બનાસકાંઠા દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણીમાં ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા ૧૬ સપ્ટેમ્બરથી શરૂ થઈ છે, મતદાન ૧૦ ઑક્ટોબરે થશે અને ૧૧ ઓક્ટોબરે મતગણતરી હાથ ધરવામાં આવશે. આ ચૂંટણીમાં પાલનપુર, વડગામ, દાંતા, અમીરગઢ, દાંતીવાડા, ડીસા, ધાનેરા, થરાદ, વાવ, ખાભર, દિયોદર, કાંકરેજ, રાધનપુર, સાંતલપુર, સૂઈગામ તથા લાખણી એમ કુલ ૧૬ મતદાર મંડળોનો સમાવેશ થાય છે. ચૂંટણીમાં કુલ ૧૨૯૪ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.
બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણી
બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. પાલનપુરની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી–૨૦૨૫ અંગે ચૂંટણી અધિકારી તથા જિલ્લા પુરવઠા અધિકારી બનાસકાંઠા, પાલનપુર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. જિલ્લા રજીસ્ટ્રાર દ્વારા મોકલવામાં આવેલી કામચલાઉ મતદાર યાદી તા. ૦૨/૦૯/૨૦૨૫ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવી હતી. તેના સંદર્ભે કુલ ૬૨ વાંધાઓ પ્રાપ્ત થયા હતા, જેનો સમયસર નિકાલ કરીને તા. ૧૫/૦૯/૨૦૨૫ના રોજ સાંજે ૧૬-૦૦ કલાકે આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરાઈ છે.













