સાંસદ, ધારાસભ્યો, અધિકારીઓ/કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં ઉપસ્થિત નાગરિકોએ વૃક્ષારોપણ કર્યું હતું. કાર્યક્રમમાં બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરે વૃક્ષારોપણનું મહત્વ સમજાવી અને વધુમાં વધુ વૃક્ષો વાવવાની નેમ લેવડાવી હતી.
વૃક્ષ આચ્છાદન વધારવા અંગે વિવિધ આગેવાનો દ્વારા પ્રેરણાત્મક સંબોધન કરવામાં આવ્યું હતું
મહાનુભાવોના હસ્તે સામાજિક વનીકરણ વિભાગમાં ઉત્કૃષ્ટ કાર્ય કરનાર કર્મચારીઓને પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યા હતા તેમજ વિભાગની યોજનાના લાભાર્થીઓને ચેક વિતરણ કરાયા હતા. વિધાર્થીઓ તથા એન.સી.સી કેડેટ સાથે મળીને મહાનુભાવોએ સ્થાનિક જાતના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પર્યાવરણનું જતન, પાણી સંવર્ધન, વૃક્ષ આચ્છાદન વધારવા અંગે વિવિધ આગેવાનો દ્વારા પ્રેરણાત્મક સંબોધન કરવામાં આવ્યું હતું.













