કર્ણાટક રાજ્યમાં થયેલી એક મોટી લૂંટનો ભેદ બનાસકાંઠા પોલીસે સફળતાપૂર્વક ઉકેલી નાખ્યો છે. આ લૂંટમાં કરોડો રૂપિયાની ચાંદીની ચોરી થઇ ગઈ હતી. બનાસકાંઠાના ચાર ઇસમોએ આ ગુનાને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું છે. પાલનપુર પશ્ચિમ પોલીસે બાતમીના આધારે આ ચારેય આરોપીઓને ઝડપી પડ્યા છે.


45 લાખની ચાંદીની થઇ હતી ચોરી

મળતી જાણકારી અનુસાર, કર્ણાટકમાં આવેલી એક ફેક્ટરીમાંથી આશરે 45 લાખ રૂપિયાની કિંમતની ચાંદીની લૂંટ કરવામાં આવી હતી. આ ઘટના બાદ કર્ણાટક પોલીસ દ્વારા આ ગુનાનો ભેદ ઉકેલવા માટે તપાસ શરૂ કરવામાં આવી હતી. પરંતુ, આરોપીઓ પકડાયા નહતા. આ દમિયાન, બનાસકાંઠા પોલીસને ગુપ્ત માહિતી મળી હતી કે, આ લૂંટમાં બનાસકાંઠાના જ ચાર શખ્સો સામેલ છે અને તેઓ હાલ પાલનપુર પશ્ચિમ વિસ્તારમાં છુપાયેલા છે. બાતમી મળતાની સાથે જ પાલનપુર પશ્ચિમ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે જુદી જુદી ટીમો બનાવીને વોચ ગોઠવી હતી.

પોલીસે ચાર આરોપીઓને ઝડપ્ય

આખરે, પોલીસે ચારેય આરોપીઓનને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. પોલીસે આરોપીઓ પાસે લૂંટાયેલા મુદ્દામાલ પણ કબજે કર્યો છે. આ ઘટના અંગે વધુ વિગતો આપતા પોલીસે જણાવ્યું કે, આ ચારેય આરોપીઓ વ્યવસાયિક રીતે ગુનેગાર છે અને તેમની સામે અગાઉ પણ આવા ગુનાઓ નોંધાયેલા છે કે કેમ તે અંગેની તપાસ ચાલી રહી છે. કર્ણાટક પોલીસને આ અંગે જન કરવામાં આવી છે અને આગામી આરોપીઓને કાર્યવાહી માટે કર્ણાટક પોલીસને સોંપવામાં આવશે. બનાસકાંઠા પોલીસને આ સફળતાથી બે રાજ્યોને જોડતી આ ગુનાહિત પ્રવૃતિનો પર્દાફાશ થયો છે.


  • Follow us on: