ધાનેરાના સાંકડ ગામે 3 માસ અગાઉ થયેલા યુવકના મોત મામલે હત્યાની ફરિયાદ નોંધાવી છે. મૃતકના ભાઈ દ્વારા આક્ષેપ કરાતા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. મૃતકનો ભાઈ ચોરીના ગુનામાં જેલમાં હતો અને ત્રણ મહિના બાદ બહાર આવતા તેને હત્યાની આશંકા થાય છે. શંકાના આશરે તેણે ત્રણ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે મેકલી દેવામાં આવ્યો છે.ત્રણ લોકો વિરુદ્ધ થયેલી ફરિયાદને પગલે કાર્યવાહી હાથ ધરી છે.


મૃતદેહને બહાર કાઢીને પોલીસે વધુ તપાસ હાથ ધરી

બનાસકાંઠાના ધાનેરામાં ખેલાયો ખૂની ખેલ. ત્રણ માસ અગાઉ થયેલા વેલાભાઈના મોત મામલે તેમના જ ભાઈએ નોંધાવી છે હત્યાની ફરિયાદ. પોલીસે વધુ ઊંડાણમાં તપાસ હાથ ધરતા મૃતદેહને બહાર કાઠીને ચક્રોગતિમાન કર્યા છે. મૃતક વેલાભાઈના ભાઈ 3 લોકો સામે હત્યાની ફરિયાદ નોંધાવી છે. મૃતકના ભાઈનો આક્ષેપ છે કે તેના ભાઈ ગળે ટુંપો આપી જમીનમાં દાંટી દેવામાં આવ્યો હતો. તેમજ પુરાવાનો નાશ કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ અંગે પોલીસને જાણ થતા પોલીસ દ્વારા દફન કરાયેલા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બહાર કાઠી કાર્યવાહી શરૂ કરી દીધી છે.

મૃતકના ભાઈને હત્યા થઈ હોવાની શંકા જતા નોંધાઈ હતી ફરિયાદ

મૃતક વેલાભાઈનો ભાઈ પ્રવીણ ચોરીના ગુનામાંથી છૂટીને ઘરવાપસી આવતા તેને ભાઈની હત્યા થઈ હોવાની શંકા થઈ હતી. જેના કારણે તેણે આ સમગ્ર ઘટનાની માહિતી પોલીસને જણાવી ન્યાય મેળવવા માટે 3 લોકો સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી.ત્રણ માસ અગાઉ 27 એપ્રિલએ સાંકડ ગામના વેલાભાઈ માજીરાણાના મોત મામલે હત્યાની નોંધાઈ ફરિયાદ નોંધાતા પોલીસ એક્સન માડમાં આવી છે.પોલીસએ ફરિયાદને પગલે દફન કરાયેલ મૃતકના મૃતદેહને બહાર કાઢાવી પીએમ અર્થે મોકલી દેવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટના મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


  • Follow us on: