બનાસકાંઠા જિલ્લામાં આજે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. અંબાજી અને પાલનપુરમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. પાલનપુરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. પાલનપુરમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. પાલનપુરના જુના બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારમાં પાણી ભરાયા હતા. વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.પાલનપુરમાં ભારે ઉકળાટ બાદ વરસાદ પડતાં વાતાવરણ ઠંડક પ્રસરી હતી.
ભક્તો વરસાદમાં ભીંજાતા દર્શન કરવા પહોંચ્યા













