બનાસકાંઠાના પાલનપુરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. પાલનપુરમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. પાલનપુરના જુના બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારમાં પાણી ભરાયા હતા. વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.પાલનપુરમાં ભારે ઉકળાટ બાદ વરસાદ પડતાં વાતાવરણ ઠંડક પ્રસરી હતી.


વલસાડ જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો

બીજી તરફ આજે વલસાડ જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. વલસાડમાં પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ભારે ઉકળાટ બાદ જિલ્લામાં વાદળ છાયું વાતાવરણ છવાયું છે અને ત્યારબાદ વરસાદ વરસ્યો છે. વલસાડ શહેર તેમજ આજુબાજુના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોને ગરમીમાંથી રાહત મળી છે. આ સિવાય નવસારી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. જિલ્લાના તમામ 6 તાલુકાઓમાં વરસાદી વાદળો ઘેરાયા છે. ચીખલી અને વાંસદા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. વાંસદા અને ચીખલીમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. નવસારી શહેરમાં પણ વરસાદી માહોલ છવાયો છે.

જાણો આજે કયાં અપાઈ વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો આજે નવસારી,વલસાડ,દમણ, દાદરાનગર હવેલી,અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ખેડા, આણંદમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.સુરતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે. અડાજણ, જહાંગીરપુરા,રાંદેર, વેસુ, કતારગામ, ખટોદરા, પીપલોદ, અઠવાલાઇન્સ, અમરોલી, વરાછા,કાપોદ્રા, ઉંધના, ડિંડોલી વિસ્તારમાં વરસાદને લીધે લોકોને ગરમીમાંથી રાહત મળી છે.

  • Follow us on: