બનાસકાંઠાના પાલનપુરમાં પોલીસ કોન્સ્ટેબલ વિદલ ચૌહાણે આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે જેમાં કોન્સ્ટેબલે સ્યુસાઈડ નોટ લખીને આપઘાત કર્યો છે, અધિકારીઓ માનસિક ત્રાસ આપતા હોવાથી આપઘાત કર્યો હોવાનો સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો છે, જગણા ગામે કોન્સ્ટેબલે આપઘાત કર્યો છે.
કોન્સ્ટેબલે સ્યુસાઈડ નોટ લખીને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો
બનાસકાંઠાના પાલનપુરમાં મોડી રાત્રે પોલીસ કોન્સ્ટેબલે ઘરે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે, અધિકારીઓ માનસિક ત્રાસ આપતા હોવાની વાત સામે આવી છે અને સ્યુસાઈડ નોટમાં લખ્યું છે કે અધિકારીઓ માનસિક ત્રાસ આપી રહ્યા છે, SP વિકાસ સુડા અને PI બી.પી.ખરાડી સામે આક્ષેપ કર્યો છે, ભુજમાંથી સસ્પેન્ડ થઈ સુરત ગ્રામ્યમાં ફરજ બજાવતો હતો કોન્સ્ટેબલ અને નલિયા CHCના મેડિકલ ઓફિસર સામે પણ આક્ષેપ કર્યો છે.
ડો.પરમારે પરીક્ષણ કર્યા વગર ખોટો રીપોર્ટ કર્યાનો ઉલ્લેખ
પાલનપુરમાં પોલીસ કોન્સ્ટેબલે મોડી રાત્રે ઘરમાં જ પંખે લટકી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. ભુજ જિલ્લામાંથી સસ્પેન્ડ થઈને સુરત ગ્રામ્યમાં ફરજ બજાવતા પાલનપુરના પોલીસ કોન્સ્ટેબલે આપઘાત કરી લેતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. તો ઘટનાની જાણ થતા પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, પોલીસના મૃતદેહને પીએમ માટે ખસેડાયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો છે.
પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો
ઘણી ઘટનાઓ એવી બની છે ગુજરાતમાં કે ઉપરી અધિકારીના ત્રાસથી નાના કર્મચારીઓ આપઘાત કરી લેતા છે, આ આપઘાત કેસમાં પણ કંઈક આવું જ છે અને શું પોલીસના ઉચ્ચ અધિકારીઓ એસપી અને પીઆઈ સામે ગુનો નોંધીને કાર્યવાહી કરશે કે નહી તે એક સવાલ છે, જો આપઘાત કરી લેવો એ કોઈ ઉપાય નથી પરંતુ સમસ્યાનો સામનો કરીને સમસ્યાનું નિરાકરણ લાવવું જરૂરી છે.