બનાસકાંઠા જિલ્લા માટે એક રાહતના સમાચાર છે. કારણ કે ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે મુકતેશ્વર ડેમમાં નવા નીરની આવક થઈ છે. ડેમમાં પાણીની સપાટી વધતાં તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે ડેમમાંથી સરસ્વતી નદીમાં પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુકતેશ્વર ડેમમાં પાણીની આવક વધતા તેની સપાટીમાં વધારો થયો હતો.
મુકતેશ્વર ડેમમાંથી 200 ક્યુસેક પાણી છોડાયું













