વર્ષ 2023 -2024 માં બનાસકાંઠા જિલ્લાના પશુપાલકમા હાહાકાર મચાવનાર લમ્પી રોગએ પાલનપુર પંથકના કેટલાક ગામોમાંમા દેખા દેતા હડકંપ મચ્યો છે. પાલનપુર તાલુકાના ભુતેડી ચંડીસર સહિતના કેટલાક ગામોના કેટલાક પશુઓમા લંપીની અસર દેખાતા પશુપાલકોના જીવ પડીકે બંધાયા છે. જોકે પશુપાલન વિભાગ દ્વારા રસીકરણ તો કરાયુ પરંતુ તે બાદ પણ લંપી નજરે પડતા ભયભીત થયેલા પશુપાલકો આ રોગના અટકાયતી પગલા લેવા પશુપાલન વિભાગને આજીજી કરી રહ્યા છે.


બનાસકાંઠા લમ્પી વાયરસ દેખાયો

બનાસકાંઠા જિલ્લામાં વર્ષ 2023-24 માં લંપી નામના રોગે હાહાકાર મચાવ્યો હતો. સામાન્ય રીતે ગાય-ભેંસ જેવા પશુઓમાં જોવા મળતા આ રોગે બનાસકાંઠા જિલ્લામાં કાળો કહેર વર્તાવ્યો હતો. જિલ્લાના થરાદ અને ધાનેરા પંથકમાં લમ્પી રોગને કારણે હજારો પશુઓના મોત નીપજ્યાં હતા. એક વર્ષ બાદ ફરી બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર તાલુકાના કેટલાક ગામોના પશુઓમાં લંપીના લક્ષણો નજરે પડતા પશુપાલકોના જીવ તાળવે ચોટી ગયા છે. પાલનપુરના ભુતેડી ચંડીસર સહિતના કેટલાક ગામોના કેટલાક પશુઓમાં લમ્પીના લક્ષણો દેખાતા પશુપાલકો ચિંતાતુર બન્યા છે.

પશુપાલકો ચિંતાતુર બન્યા

મહત્વની વાત છે કે એક વર્ષ અગાઉ જ પશુપાલકો આ પરિસ્થિતિમાંથી પસાર થયા હતા અનેક મુશ્કેલીઓ વેઠી પશુપાલકો ઉભા થયા અને તેવા જ સમય ફરી લંપી રોગે દેખા દેતા પશુપાલકોના જીવ પડી કે બંધાયા છે. જોકે પશુપાલન વિભાગ પશુપાલકોને ચિંતા મુક્ત રહેવા કહી રહ્યું છે પરંતુ આ એ જ પશુપાલકો છે કે જે પશુપાલકોએ વર્ષ 2023 -24 ની એ સ્થિતિ જોઈ છે. જે સમયે એક એક પશુપાલકોના વાડે પોતાના મહામૂલા જીવ જીવન મરણ વચ્ચે જોલા ખાતા હતા. ત્યારે વહેલી તકે પશુપાલન વિભાગ જાગે અને શંકાસ્પદ લંપીના લક્ષણો જણાવતા પશુઓના સેમ્પલ મેળવી વહેલી તકે તપાસ કરાય તેવી પશુપાલકો માંગ કરી રહ્યા છે. હવે જોવું રહેશે કે ક્યારે પશુપાલન વિભાગ જાગે છે અને ક્યારે આ રોગના અટકાયતી પગલા હાથ ધરે છે.

  • Follow us on: