યાત્રાધામ અંબાજીમાં રાજકોટના દાતા જયંતિભાઈ કેશવભાઈ પરસાણા પરિવાર દ્વારા સોના- ચાંદીના દાગીના, રોકડ સહીત રૂ. 10,26,372નું દાન-ભેટ અર્પણ કરવામાં આવ્યું.


અંબાજીમાં અંબાના ભક્તોને અતૂટ શ્રદ્ધા

શક્તિપીઠ અંબાજીમાં અંબાના ભક્તો અતૂટ શ્રદ્ધાથી દર્શન કરી ધન્યતા અનુભવે છે. આજરોજ યોગિની એકાદશીના પાવન દિવસને તારીખ 22/06/2025ના રોજ રાજકોટના દાતા જયંતીભાઈ કેશવભાઈ પરસાણા પરિવાર, તરફથી માતાજીના ચરણોમાં સોનાનો મુગટ-1, સોનાનું છત્ર-1, સોનાનો ટુકડો-1 જેનું કુલ વજન 70.16 ગ્રામ જેની કુલ રકમ રૂ.6,38,452/- તથા ચાંદીનું છત્ર નંગ-1 જેનું વજન 895 ગ્રામ જેની કુલ રકમ રૂ.85,920/- ના દાગીના માં અંબાના ચરણોમાં અર્પણ કરેલ છે.

મંદિરના ભોજનાલય માટે પણ દાન આપ્યું

ઉપરાંત અંબિકા ભોજનાલય અન્નક્ષેત્રમાં રૂપિયા 3,02,000/- તિથિ ભોજન નિમિત્તે પણ દાન અર્પણ કરેલ છે. આજના પાવન દિને દાતા દ્વારા દાગીના તથા રોકડ સ્વરૂપે કુલ રૂપિયા 10,26,372/- નું કુલ દાન- ભેટ અર્પણ કરેલ છે. દાતા દ્વારા આજરોજ મંદિર ટ્રસ્ટની ટેમ્પલ ઇન્સ્પેકટર કચેરી ખાતે દાન આપવામાં આવ્યું છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી દ્વારા દાતાશ્રીને આવકારી આભાર વ્યક્ત કરવામાં આવ્યો. 

  • Follow us on: