ગ્રામ પંચાયત ચૂંટણી ૨૦૨૫ને લઈને બનાસકાંઠા જિલ્લામાં મતદારોમાં મતદાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે વહેલી સવારથી વરસાદી માહોલ વચ્ચે પણ લોકો મતદાન કરવા આગળ આવ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં આજે કુલ ૩૨૨ ગ્રામ પંચાયતોમાં શાંતિપૂર્ણ માહોલમાં સવારે ૭ વાગ્યાથી મતદાન શરૂ થયું છે.
શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ













