બનાસકાંઠા જિલ્લામાં વરસાદને લઇ અપાયુ છે રેડ એલર્ટ અને અમીરગઢમાં ભારે વરસાદ વરસ્યો છે, બીજી તરફ રેલવે અંડર પાસમાં 11 ફૂટ પાણી ભરાયા હોવાની વાત સામે આવી છે, અમીરગઢના ઈકબાલગઢ પંથકમાં ભારે વરસાદ વરસ્યો છે, ધોધમાર વરસાદ પડતા ખેતરો બેટમાં ફેરવાયા છે અને ઈકબાલગઢ હાઇવે પર પાણી ભરાતા હાલાકી સ્થાનિકોને પડી રહી છે.
બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે
અમીરગઢ અને આસપાસના ગ્રામ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અમીરગઢ તાલુકામાં ધીમી ધારે વરસાદનું આગમન થયું છે. હવામાન વિભાગ દ્વારા 21 થી 23 જૂન દરમિયાન ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાજી વરસાદ પડતાં બજારોમાં પાણી વહેતા થયા હતા. અંબાજી, દાંતા, હડાદના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ માહોલ જોવા મળ્યો છે. ખેતી લાયક વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
અંબાજીમાં ગઈકાલે પડયો ભારે વરસાદ
અંબાજી પંથકમાં પણ ગઈકાલે ભારે વરસાદ વરસ્યો હતો અને જેના કારણે અંબાજી મંદિર પરિસરની આસપાસ જાણે નદીઓ વહેતી હોય તેવા દ્વશ્યો સર્જાયા હતા સાથે સાથે દાંતામાં પણ ભારે વરસાદ વરસ્યો હતો અને ખેડૂતોના પાકને જીવતદાન મળ્યું છે, હવામાન વિભાગે કરેલી આગાહીના પગલે બનાસકાંઠામાં વરસાદ વરસી રહ્યો છે.
ગુજરાતમાં સરેરાશ 14.68 ટકા વરસાદ નોંધાયો
રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 14.68 ટકા વરસાદ નોંધાયો. સિઝનના 15 ટકા વરસાદમાં જ જળાશયોના જળસ્તરમાં વધારો થતા 14 જળાશય હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. જેમાં 10 જળાશય એલર્ટ પર અને 10 વોર્નિંગ પર રખાયા છે. ચોમાસાની પહેલી સિઝનના વરસાદમાં રાજ્યમાં 8 જળાશયમાં 100% ટકા પાણીની આવક થઈ છે. હવે જો ભારે વરસાદ આવે તો આ જળાશયોનું જળસ્તર વધુ જોખમી બની શકે છે. તેને લઈને NDRFની 13, SDRFની 20 ટીમ તૈનાત કરવામાં આવી છે. વરસાદી પાણી ભરાતા હાલ 59 જેટલા રસ્તાઓ બંધ છે જ્યારે 3 સ્ટેટ હાઈવે અને 51 પંચાયત હસ્તકના રોડ બંધ છે.