બનાસકાંઠાના લાખણીના જસરા ગામે થયેલી એસએમસી પીઆઇના માતા-પિતાની હત્યા બાદ ગ્રામજનોએ નિર્ણય કર્યો છે કે, હત્યારાના પરિવારનો બહિષ્કાર કરવામાં આવશે. આ પરિવાર સાથે કોઇપણ સંબંધ રાખવામાં નહીં આવે. પરિવાર ભલે કોઇપણ સમસ્યાઓથી પિડાય તો પણ તેની સાથે કોઇ વાતચીત કરવામાં આવશે નહી. તેમની સાથે સામાજિક અને આર્થિક કોઈપણ પ્રકારનો સંબંધ રાખવામાં નહી આવે.
બનાસકાંઠાના જસરા ગામની ઘટના
બનાસકાંઠાના જસરા ગામે દંપત્તિની હત્યામાં પાડોસી પિતા-પુત્ર જ સામેલ હોવાનું પ્રકાશમાં આવ્યુ છે. જ્યારે હવે આ ગુનો સાબિત થઇ ગયો છે. ત્યારે ગ્રામજનોએ પણ એક કડક નિર્ણય કર્યો છે. જેમાં આરોપીઓ અને તેના પરિવાર સાથે કોઇપણ સંબંધ રાખવામાં ન આવે તેવો નિર્મણ જાહેર કરાયો છે. હત્યામાં સંડોવણી બહાર આવતા જ હત્યારાના પરિવારનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવાયો છે. પુત્ર સુરેશ પટેલ અને પિતા શામળ પટેલ હત્યાના આરોપી છે. સામાજિક, આર્થિક કોઈપણ પ્રકારનો સંબંધ હવે આ પરિવાર સાથે નહી રાખવામાં આવે.
શું હતો સમગ્ર મામલો ?
ચાર દિવસ અગાઉ બનાસકાંઠાના જસરા ગામની સીમમાં ખેતરમાં રહેતા વૃદ્ધ દંપત્તિની ક્રૂરરીતે હત્યા કરવામાં આવી હતી. હત્યા પાડોસીએ જ કરી હોવાનું સામે આવ્યુ છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યુ છે કે, અંધશ્રદ્ધા અને પોતાની આર્થિક કટોકટી પુરી કરવા આ હત્યા કરવામાં આવી છે. જ્યારે આ વાત પ્રકાશમાં આવી ત્યારે સમગ્ર ગામમાં ચર્ચાનો દૌર શરુ થયો હતો. ગ્રામજનોએ આરોપી સુરેશ પટેલ અને તેના પિતા શામળ પટેલ સહીત તેના પરિવાર સાથે કોઈ સબંધ ન રાખવા નિર્ણય છે. ગ્રામજનોએ ક્રૂર હત્યા કરવા બદલ ફીટકાર વરસાવ્યો છે.