સૂર્ય ઉપાસનાના મહાપર્વ છઠ પૂજા (Chhath Puja) ને લઈને ગુજરાતના અમદાવાદ (Ahmedabad) શહેરમાં ઉત્સાહ અને ઉમંગનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ઉત્તર ભારતીય સમુદાય દ્વારા ઉજવાતા આ પવિત્ર તહેવાર માટે સાબરમતી છઠ ઘાટ (Sabarmati Chhath Ghat) પર તંત્ર દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પર્વની ઉજવણીમાં શ્રદ્ધાળુઓને કોઈ અસુવિધા ન થાય તે માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.

AMC દ્વારા સાબરમતી નદીમાં છોડાયું પાણી

શ્રદ્ધાળુઓ વિધિવત રીતે જળ અર્પણ કરી શકે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સાબરમતી નદીમાં પૂરતા પ્રમાણમાં પાણી છોડવામાં આવ્યું છે. આ ઉપરાંત, છઠ ઘાટની આસપાસની સફાઈ કામગીરી પણ સંપૂર્ણપણે પૂર્ણ કરી દેવામાં આવી છે. રિવરફ્રન્ટ (Sabarmati Riverfront) ખાતે સાસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમો માટે એક વિશાળ સ્ટેજ પણ તૈયાર કરવામાં આવ્યું છે, જ્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકત્રિત થશે.

મુખ્યમંત્રી ઉપસ્થિત રહે તેવી શક્યતા

આગામી પર્વને ધ્યાનમાં રાખીને હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટવાની શક્યતા છે, જેને લઈને સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. કોઈપણ અનીચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે તેમજ વાહનોની અવરજવર માટે ટ્રાફિકનું વિશેષ આયોજન કરાયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આવતીકાલે યોજાનાર આ મહોત્સવમાં ગુજરાતના મુખ્યમંત્રી (Chief Minister) પણ ઉપસ્થિત રહે તેવી પ્રબળ સંભાવના છે, જેને લઈને વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે.

આ પણ વાંચો : Ahmedabad: દિવાળી વેકેશન બાદ ગુજરાતના બજારોમાં ફરી રોનક! લાભ પાંચમના શુભ મુહૂર્તે વેપાર-ધંધાના શ્રીગણેશ