શક્તિપીઠ અંબાજી ધામમાં દિવાળી અને નૂતન વર્ષના પાવન પર્વ નિમિત્તે દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. કારતક સુદ એકમથી લઈને લાભ પાંચમ સુધીના પાંચ દિવસો દરમિયાન અંબાજી મંદિરમાં ભક્તોની અવિરત ભીડ જોવા મળી હતી. 10 to 14 નવેમ્બર દરમિયાન આવેલા આ પાંચ દિવસોમાં કુલ 6,50,968 જેટલા શ્રદ્ધાળુઓએ માતાજીના ચરણોમાં હાજરી આપીને ધન્યતા અનુભવી હતી. ખાસ કરીને 10 નવેમ્બરના રોજ સૌથી વધુ 1,74,652 ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો, જ્યારે 11 નવેમ્બરે 1,55,902, 12 નવેમ્બરે 1,16,780, 13 નવેમ્બરે 1,09,430 અને 14 નવેમ્બરે 94,204 ભક્તોએ મા અંબાના દર્શન કર્યા હતા.
ભક્તોએ મા અંબાના ચરણે અર્પણ કર્યું અઢળક સોનું અને ચાંદી
દિવાળીના આ પવિત્ર તહેવારો દરમિયાન માઈભક્તોએ માત્ર દર્શન જ નહીં પરંતુ માતાજીના ચરણોમાં શ્રદ્ધાપૂર્વક મુક્તમને દાન પણ અર્પણ કર્યું હતું. મંદિર ઓફિસના પાંચ દિવસના અધિકૃત રિપોર્ટ મુજબ, દાનની કુલ રોકડ આવક રૂ. 12,70,824 નોંધાઈ હતી, જ્યારે ધ્વજા સેટની આવક રૂ. 4,77,702 થઈ હતી. આ ઉપરાંત, ભક્તો દ્વારા સ્વર્ણદાનમાં અદભુત શ્રદ્ધા દાખવવામાં આવી હતી, જેમાં 107.75 grams સોનાની લગડી અને 221.89 grams સોનાના દાગીના મળીને કુલ 329.64 grams સોનું અર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ ભક્તોએ 40 grams ચાંદીના દાગીના પણ માતાજીને ચરણે ધર્યા હતા.
