સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીવિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા. 15-11-2025, શનિવાર અને એકાદશીના રોજ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.


હજારો ભકતોએ દાદાના કર્યા દર્શન

આજે સવારે મંગળા આરતી પૂજારી સ્વામી અને શણગાર આરતી શાસ્ત્રી હરિપ્રકાશસ્વામીએ કરી હતી. આજે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને પ્યોર સિલ્કના કાપડના વૃંદાવનમાં 7 દિવસની મહેનતે જરદોશી વર્કવાળા ફુલની થીમના વાઘા અને સિંહાસને સેવંતીના ફુલનો શણગાર કરાયો છે. દાદાના આ દર્શનનો લ્હાવો લઈને દરેક ભક્તો ધન્યતા અનૂભવી રહ્યા છે.


વડોદરાથી મંગાવેલા 100 કિલો સેવંતીના ફૂલનો શણગાર કરાયો છે

આજે દાદાને કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે કારતક વદ એકાદશીને શનિવાર નિમિત્તે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને વૃંદાવનમાં 7 દિવસની મહેનતે 7 કારીગરો દ્વારા બનાવવામાં આવેલા પ્યોર સિલ્કના ફુલની ડિઝાઈનવાળા બ્લૂ કલરના વાઘા પહેરાવ્યા છે. આ સાથે વડોદરાથી મંગાવેલા 100 કિલો સેવંતીના ફુલનો શણગાર કરાયો છે. આ સાથે હનુમાનજીનું રાજોપચાર પૂજનનું કરવામાં આવશે.


  • Follow us on: