ભરુચમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે. અંકલેશ્વરની એક શાળામાં કરુણ દુર્ઘટના સર્જાઈ જેમાં અકસ્માતે એક બાળકનું મોત નિપજયું હોવાનું સામે આવ્યું છે. અંકલેશ્વરમાં પીરામણ ગામની પ્રાથમિક શાળામાં આ બનાવ બન્યો. જેમાં શાળાના ખુલ્લા ભાગમાં બાળકો રમત રમી રહ્યા હતા. દરમિયાન અચાનક લોખંડનો રેક ધરાશાયી થતા બાળકનું મોત નિપજયું. ઘટનાની જાણ થતા જ પોલીસ પ્રાથમિક શાળાએ પહોંચી સમગ્ર મામલે તપાસ હાથ ધરી.
લોખંડનો રેક ધરાશાયી થતા બાળકને ગંભીર ઇજા













