ભરૂચની દૂધધારા ડેરીની ચૂંટણીનું રાજકારણ પૂરજોશમાં ગરમાયું છે. ભાજપના દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાના તાજેતરના નિવેદન બાદ પૂર્વ ડેરી ચેરમેન અને વર્તમાન હરીફ જૂથના નેતા અરુણસિંહ રાણાએ આક્રમક પ્રતિક્રિયા આપી છે. રાણાએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે તેઓ ચૂંટણી લડશે અને પાછા હટશે નહીં. અરુણસિંહ રાણાએ મનસુખ વસાવાના નિવેદનને સમર્થન આપતાં કહ્યું કે મનસુખભાઈ જે બોલ્યા તે સાચું છે.
લોકોના ટેકાથી મજબૂત છે અરુણસિંહનું જૂથ
જોકે તેમણે પોતાના જૂથનો મક્કમપણે બચાવ કર્યો અને ઉમેર્યું હતું કે એક અરુણસિંહ નથી 100 અરુણસિંહ છે લોકો. આ નિવેદન દ્વારા તેમણે દર્શાવ્યું કે તેમનું જૂથ લોકોના ટેકાથી મજબૂત છે. રાણાએ પોતાના પર લાગેલા આક્ષેપોનો જવાબ આપતા કહ્યું હતું કે હું તો ગરીબ જ છું મારી પાસે કશું ન મળે. તેમણે પ્રતિસ્પર્ધી ઉમેદવાર ઘનશ્યામ પટેલ પર પ્રહાર કરતા કહ્યું કે ઘનશ્યામ પટેલ પાસે રોજનું સાડા ત્રણ લાખ લીટર દૂધ આવતું હોય તો પૈસા વહેંચે.













