ગુજરાતમાં માળખાકીય સુવિધાઓ, કનેક્ટિવિટી અને જનકલ્યાણના કાર્યો અભૂતપૂર્વ ઝડપે આગળ વધી રહ્યા છે.ભાવનગર શહેરમાં પણ આધુનિક રસ્તાઓ અને ઓવરબ્રિજના નિર્માણ દ્વારા ટ્રાફિકમુક્ત અને સુગમ વાહનવ્યવહારની નવી દિશા કંડારાઈ રહી છે.આ વિકાસયાત્રાને વધુ બળ આપતાં ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય તથા રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ ભાવનગરમાં વાહનવ્યવહારને અત્યંત સુગમ અને કાયમી ધોરણે ટ્રાફિકમુક્ત બનાવવા માટે કરોડોના ખર્ચે આકાર પામનારા બે મહત્વકાંક્ષી ઓવરબ્રિજ પ્રોજેક્ટ્સની વિગતો જાહેર કરી હતી.
650 કરોડનો સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેગા ઓવરબ્રિજ
મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે,ભાવનગર શહેરના પ્રવેશદ્વાર સમાન નારી ચોકડીથી શરૂ થઈને સીધા વરતેજ સુધી નીકળતો ભાવનગરનો સૌથી મોટો અને આધુનિક મેગા ઓવરબ્રિજ બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.આ વિશાળ ઓવરબ્રિજના નિર્માણ માટે અંદાજે રૂ.650 કરોડના ખર્ચે ઓનલાઈન ટેન્ડર ફ્લોટ કરી દેવામાં આવ્યું છે.આ મહત્વકાંક્ષી પ્રકલ્પમાં નેશનલ હાઈવે ઓથોરિટી,રાજ્ય સરકારનો માર્ગ અને મકાન વિભાગ તથા ભાવનગર મહાનગરપાલિકા સંયુક્ત રીતે સહયોગ કરશે.અગાઉ પૂર્ણ થયેલા બ્રિજનો લાભ હાલ લાખો વાહનચાલકો મેળવી રહ્યા છે ત્યારે આ નવો ફ્લાયઓવર તૈયાર થતાં જ નારી ચોકડી અને વરતેજ તરફના જટિલ ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે.
