ભાવનગરમાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. વલ્લભીપુર-અમદાવાદ હાઈવે પર આજે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં એક વાહનચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજયું. પોલીસ અકસ્માતની ઘટના જાણ થતા સ્થળ પર પહોંચી ગઈ. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી.
બાઈકચાલકનું ઘટનાસ્થળ પર મોત













