ભાવનગર-મહુવા હાઈવે પર માઢિયા ગામ પાસે આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. જ્યારે ભાવનગર તાલુકા ભાજપ સંગઠનના પૂર્વ પ્રમુખ રામભાઈ ખમણ સહિત અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
ટ્રકની પાછળ કાર ઘુસી જતાં સર્જાયો અકસ્માત
આ અકસ્માત ત્યારે થયો જ્યારે એક ટ્રકની પાછળ એક કાર ધડાકાભેર ઘુસી ગઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો છે. કારમાં સવાર ત્રણ વ્યક્તિઓમાંથી એકનું ઘટનાસ્થળે જ મોત થયું છે. જ્યારે રામભાઈ ખમણ અને અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી છે. અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.













