PM નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આગામી 20 સપ્ટેમ્બરના રોજ PM મોદી ભાવનગરની મુલાકાત લેશે. તેઓ ભાવનગરમાં રોડ શો પણ કરશે. તેઓ ભાવનગરમાં રૂ.100 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપશે.આ કાર્યક્રમોમાં ગુજરાત મેરીટાઈમ બોર્ડ અને શિપિંગ ઉદ્યોગ સંબંધિત પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન પણ સામેલ છે. PMની આ મુલાકાત સૌરાષ્ટ્ર અને ખાસ કરીને ભાવનગરના વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
વડાપ્રધાનના રોડ શોનું નિરીક્ષણ કરવામાં આવ્યું
વડાપ્રધાનના ભાવનગર પ્રવાસ અંગે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આજે વડાપ્રધાનના રોડ શોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય રાજ્યમંત્રી સહિત અધિકારીઓએ વડાપ્રધાનના રોડ શોનું નિરીક્ષણ કર્યું હતું. શહેરમાં મહિલા કોલેજથી જવાહર મેદાન સુધી વડાપ્રધાન મોદીનો રોડ શો યોજાશે.આજે રાજ્યમંત્રી નિમુંબેન બાંભણિયા અને મનપા કમિશ્નર સહિતના અધિકારીઓએ રોડ શોના રૂટનું નિરીક્ષણ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા હાથ ધરી હતી.













