ભાવનગરના મહુવામાં મારામારીમાં મહિલાની હત્યા થઈ છે, જનતા પ્લોટ વિસ્તારમાં થઇ હતી મારામારી અને હુમલાખોરોએ મહિલાના માથાના ભાગે પાઇપથી કર્યો હતો હુમલો જેમાં મહિલાનું સારવાર દરમિયાન મોત થયું છે, મિત્રની મદદ કરવા મુદ્દે થયો હતો ઝગડો અને મિત્રને પૈસાની જરૂર પડતા અપાવી હતી લોન.


લોનના હપ્તા બાઉન્સ થતા ભરવા માટે કહ્યું હતું

આરોપી કાર્તિક મેરે પરિવાર પર કર્યો હતો હુમલો અને પોલીસે 9 આરોપીઓ સામે હત્યાનો ગુનો દાખલ કર્યો છે. મિત્રએ તેના મિત્રની લોન અપાવીને મદદ કરી તેનું પરિણામ ઘાતક આવ્યું છે, એક વર્ષ પહેલા ફરિયાદી કેવલ બારૈયા નામના યુવકે તેમના મિત્રને પૈસા ની જરૂર પડતા પોતાના પિતાજીના નામે ₹50,000ની પર્સનલ લોન કરાવી દીધી હતી જેનો હપ્તો બાઉન્સ થતા હપ્તો ભરવા માટેનું કહ્યું તેમાં ઝગડો થયો હતો આરોપી કાર્તિક મેર અને તેમની સાથેના આઠ યુવકો હથિયાર લઈને ફરિયાદીના ઘર પર પહોંચ્યા હતા અને મારમારી કરી હતી, પોલીસે સમગ્ર ઘટનામાં આસપાસના સીસીટીવી પણ લીધા છે.

પોલીસે 9 લોકો સામે નોંધ્યો હત્યાનો ગુનો

હુમલાખોરોએ પરિવાર ઉપર હુમલો કરી દીધો હતો આ ઘટનામાં જયાબેન બારૈયા નામની મહિલાને લોખંડનો પાઇપ માથામાં મારતા ગંભીર રીતે ઈજા પહોંચી હતી, ઇજાગ્રસ્ત જયાબેનને પ્રથમ મહુવા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સ્થિતિ વધુ ગંભીર જણાતા ભાવનગર સિવિલ હોસ્પિટલ રિફર કરાયા હતા, મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજતા ઘટના હત્યામાં પલટાઈ હતી, મહુવા ટાઉન પોલીસમાં કુલ 9 આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે, પોલીસ આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. 

  • Follow us on: