ભાવનગર સર.ટી.હોસ્પિટલમાં 81 મું અંગદાન કરવામાં આવ્યું હતું. 3 દિવસ પૂર્વે બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ભીમનાથ-પોલારપુર ખાતે રહેતા ચેતનભાઈ દિનુભાઈ જાદવ નામનો 20 વર્ષીય યુવક મિત્રો સાથે બાઇક પર ટીંબી હોસ્પિટલ ખાતે જઈ રહ્યો હતો. એક છકડો રીક્ષા સાથે સર્જાયેલા અકસ્માતમાં ચેતનને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી અને જેને સારવાર માટે ભાવનગર સર.ટી.હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો.
સર.ટી.હોસ્પિટલમાં 81 મું અંગદાન













