ભાવનગર શહેરના જાણીતા ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ ખાતે વિકાસના વિવિધ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો એક ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યના CM ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને જનમેદનીને સંબોધિત કરવા જઈ રહ્યા હતા. રાજ્યના વિકાસની વાતો અને પ્રોજેક્ટ્સની માહિતી આપવા માટેનો આ માહોલ ખૂબ જ ઉત્સાહભર્યો હતો, જ્યાં મોટી સંખ્યામાં નાગરિકો અને મહિલાઓ પણ હાજર રહ્યા હતા.

CMના સંબોધન ટાણે બાળક રડતા પોલીસે માતાને બહાર જવા જણાવ્યું

CM ભૂપેન્દ્ર પટેલ જ્યારે મંચ પરથી પોતાના સંબોધનની શરૂઆત જ કરી રહ્યા હતા, તે જ સમયે હોલની અંદર બેઠેલા એક નાના બાળકના રડવાનો અવાજ સંભળાયો હતો. સભાખંડમાં શાંતિ જળવાઈ રહે અને કોઈ ખલેલ ન પહોંચે તે હેતુથી ત્યાં હાજર સુરક્ષાકર્મીઓ અને પોલીસે તાત્કાલિક તે માતાને બાળક સાથે હોલની બહાર જવા માટે જણાવ્યું હતું. પોલીસની આ કાર્યવાહીથી માતા થોડી અસમંજસમાં મુકાઈ ગઈ હતી અને ત્યાં ઉપસ્થિત લોકોનું ધ્યાન આ તરફ ખેંચાયું હતું.

https://x.com/sandeshnews/status/2103378616902193166?s=20

CMએ પોલીસને રોકતા કહ્યું, "બાળક છે, રડવાનું જ છે... બેનને બેસવા દો"

પોલીસ દ્વારા માતા અને બાળકને બહાર મોકલવામાં આવી રહ્યા છે તે દ્રશ્ય CM ભૂપેન્દ્ર પટેલની નજરે ચડતા જ તેમણે ત્વરિત હસ્તક્ષેપ કર્યો હતો અને પોલીસને આમ કરતા અટકાવ્યા હતા. CMએ ખૂબ જ સહજ અને લાગણીસભર અંદાજમાં પોલીસને જણાવ્યું કે, "બાળક છે, રડવાનું જ છે... ચિંતા ના કરો, બેનને બેસવા દો." એટલું જ નહીં, તેમણે ઉમેર્યું કે, "રડશે તો ભલે બધા સાંભળે, એમાં શું થયું?" CMના આ માયાળુ, સંવેદનશીલ અને નિખાલસ વલણને જોઈને ઓડિટોરિયમમાં બેઠેલા તમામ નાગરિકો દ્રવી ઉઠ્યા હતા અને તેમના આ માનવીય અભિગમની ચારેય તરફ પ્રશંસા થઈ રહી છે.

આ પણ વાંચો : Nadiad મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ યોજાયું, પાણી, ડ્રેનેજ અને આરોગ્ય સહિતની વિવિધ સમિતિઓની રચના