ભાવનગર શહેરમાં ગેસ સિલિન્ડરના કાળા બજારનો એક ચોંકાવનારો આક્ષેપ સામે આવ્યો છે.ખાનગી ગેસ એજન્સીના ડિલિવરી બોય પર ગ્રાહકની મંજૂરી વગર સિલિન્ડરનું બુકિંગ કરીને તેને કાળા બજારમાં વેચવાનો ગંભીર આરોપ લાગ્યો છે.ફોન પરની વાતચીતમાં ડિલિવરી બોયે કથિત રીતે કાળા બજારમાં સિલિન્ડર વેચતો હોવાની કબૂલાત પણ કરી હોવાનું મહિલાનો દાવો છે.સમગ્ર મામલે મહિલા દ્વારા એજન્સીમાં લેખિત ફરિયાદ કરવામાં આવી છે.


કાળા બજારને લઈને ગંભીર આક્ષેપો 

ભાવનગર શહેરમાં ગેસ સિલિન્ડરના કાળા બજારને લઈને ગંભીર આક્ષેપો સામે આવ્યા છે.એક મહિલાએ આરોપ લગાવ્યો છે કે ખાનગી ગેસ એજન્સીના ડિલિવરી બોયે માત્ર 100 રૂપિયાના લાભ માટે તેમની મંજૂરી વગર ગેસ સિલિન્ડરનું બુકિંગ કરાવ્યું અને તેને કાળા બજારમાં વેચવાની કોશિશ કરી છે. મહિલાએ સમગ્ર મામલે એચ.કે.કામદાર એન્ડ સન્સ ગેસ એજન્સીના મેનેજરને ફરિયાદ કરી હતી.ત્યારબાદ મહિલાએ ડિલિવરી બોય સાથે ટેલિફોન પર વાતચીત કરતાં તેણે કથિત રીતે કહ્યું કે, હા મેં જ બુકિંગ કરાવ્યું છે શું કરવું છે? વાતચીત દરમિયાન તેણે કથિત રીતે 2000માં ગેસ સિલિન્ડર વેચતો હોવાની પણ કબૂલાત કરી હોવાનું મહિલાનો દાવો છે. 

ડિલિવરી બોય વિરુદ્ધ લેખિત ફરિયાદ નોંધાવી

જ્યારે મહિલાએ કાર્યવાહી કરવાની વાત કરી ત્યારે ડિલિવરી બોયે નિર્ભય રીતે હા ફરિયાદ કરી દો એવો જવાબ આપ્યો હોવાનો પણ આક્ષેપ છે.સમગ્ર ઘટનાથી નારાજ મહિલા ગેસ એજન્સી પર પહોંચી હતી અને ડિલિવરી બોય વિરુદ્ધ લેખિત ફરિયાદ નોંધાવી હતી.બીજી તરફ એજન્સીના મેનેજરે જણાવ્યું છે કે સમગ્ર મામલે તપાસ કરાવી જરૂરી પગલાં લેવામાં આવશે.જો આક્ષેપો સાચા સાબિત થાય તો આ માત્ર એક ગ્રાહક સાથેની છેતરપિંડી નથી પરંતુ ગેસ સિલિન્ડરના કાળા બજારનું ગંભીર કૌભાંડ પણ હોઈ શકે છે.ત્યારે ભાવનગર જિલ્લા પુરવઠા વિભાગે પણ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરીને હકીકત બહાર લાવવી જરૂરી બની છે. 

આ પણ વાંચોઃ Gujarat Rain Update: આતુરતાનો અંત, અમદાવાદ, ભાવનગર અને ભરૂચ સહિત અનેક જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી




  • Follow us on: