ગુજરાતભરમાં લાંબા સમયથી વરસાદની કાગડોળે રાહ જોઈ રહેલા નાગરિકો અને ખેડૂતો માટે ખુશીના સમાચાર આવ્યા છે. રાજ્યના હવામાનમાં પલટો આવતાં જ અનેક જિલ્લાઓમાં મેઘરાજાએ ધમાકેદાર આગમન કર્યું છે. અમદાવાદ અને ભાવનગર સહિતના વિસ્તારોમાં લાંબી પ્રતીક્ષા બાદ વરસાદી રાઉન્ડ શરૂ થતાં લોકોમાં ભારે આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. અસહ્ય ગરમી અને બફારાથી પરેશાન લોકોને આ વરસાદી માહોલના કારણે મોટી રાહત મળી છે.
અમદાવાદમાં વરસાદ
સોમવારના રોજ અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો હતો. અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા. લાંબા સમય બાદ વરસાદ થતા લોકોને ગરમીથી લોકોને રાહત મળી છે.













