ભાવનગર શહેરમાં આવેલા પ્રખ્યાત ઇસ્કોન મેગા સિટી એપાર્ટમેન્ટમાં દિવાળીના પવિત્ર તહેવારની રાત્રે એકાએક આગ લાગવાની મોટી ઘટના સામે આવી હતી. મધ્યરાત્રિએ અચાનક આગ ફાટી નીકળતા આખી સોસાયટી અને એપાર્ટમેન્ટમાં ભારે અફરાતફરી અને ડરનો માહોલ સર્જાઈ ગયો હતો.
એપાર્ટમેન્ટના 9મા માળે શોર્ટ સર્કિટથી લાગી આગ
મળતી માહિતી મુજબ, આ આગ ઇસ્કોન મેગા સિટી એપાર્ટમેન્ટના 9મા માળે શોર્ટ સર્કિટ થવાના કારણે લાગી હતી. આગે જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કારણે ઘરનું કિંમતી ફર્નિચર અને અન્ય સામાન બળીને ખાખ થઈ ગયો હતો. ઘટનાની ગંભીરતાને જોઈને સ્થાનિક રહેવાસીઓમાં દોડધામ મચી ગઈ હતી.

