ભાવનગર જિલ્લાના મહુવા પંથકમાં ફરી એકવાર દીપડાના આતંકથી ગ્રામ્ય વિસ્તારોમાં ફફડાટ ફેલાયો છે. પરતાપરા ગામના 8 વર્ષના બાળક આશિષ ભાલીયા પર દીપડાએ અચાનક હુમલો કરતા તે ઇજાગ્રસ્ત થયો હતો. હુમલા દરમિયાન સ્થાનિક લોકોએ સમયસૂચકતા દાખવી બાળકને બચાવી લીધો હતો અને ઇજાગ્રસ્ત બાળકને તાત્કાલિક સારવાર અર્થે Talaja ની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ હુમલા બાદ દીપડો હાલ Bhguda વિસ્તારમાં હોવાની વિગતો સામે આવી છે.
અગાઉ 3 લોકોના મોત બાદ ફરી હુમલાથી રોષ
મહુવા તાલુકામાં અગાઉ વન્ય પ્રાણીના હુમલામાં 3 વ્યક્તિઓના મોતની ઘટનાઓ બની ચૂકી છે. તેવામાં ફરી એકવાર 8 વર્ષના બાળક પર દીપડાના હુમલાની ઘટના બનતા આસપાસના ગામોમાં ભય અને ચિંતાનો માહોલ સર્જાયો છે. સતત બની રહેલી આવી ઘટનાઓને પગલે ગ્રામજનોમાં વન વિભાગની કામગીરી સામે તીવ્ર રોષ જોવા મળી રહ્યો છે.
