ભાવનગરની સમરસ છાત્રાલયમાં પીરસવામાં આવતા ભોજનમાં જીવતા જંતુઓ અને ઈયળો મળી આવવાના ગંભીર આક્ષેપો સાથે વિદ્યાર્થીઓ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.આ સંવેદનશીલ મુદ્દાને ગંભીરતાથી લઈને વિદ્યાર્થીઓની સમસ્યાઓ અને જરૂરિયાતોનો ઉકેલ લાવવા માટે ધારાસભ્ય સેજલ પંડ્યાના અધ્યક્ષ સ્થાને એક મહત્વપૂર્ણ સંકલન બેઠક યોજાઈ હતી.
સર્કિટ હાઉસ ખાતે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સાથે સમીક્ષા
ભાવનગર સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી આ બેઠકમાં ધારાસભ્ય સેજલબેન પંડ્યા ઉપરાંત સંબંધિત સરકારી અધિકારીઓ,ભોજનનો કોન્ટ્રાક્ટર,પોલીસ તંત્ર અને વિદ્યાર્થી પ્રતિનિધિઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય હોસ્ટેલમાં પીરસાતા ભોજનની ગુણવત્તા, સ્વચ્છતા અને શિક્ષણ સંબંધિત મુદ્દાઓનો કાયમી ઉકેલ લાવવાનો હતો.
