ભાવનગર મહાનગરપાલિકાની પશ્ચિમ ઝોનલ કચેરી ખાતે એન્ટી કરપ્શન બ્યુરો એ મોટી કાર્યવાહી કરીને ભ્રષ્ટાચારના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.આધારકાર્ડમાં સુધારા વધારા કરાવવાના કામ માટે નાગરિકો પાસેથી ગેરકાયદેસર રીતે લાંચ લેવામાં આવતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી.આ મામલે એસીબીની ટીમે આયોજનબદ્ધ રીતે છટકું ગોઠવીને લાંચ લેતા આરોપીને ઘટનાસ્થળેથી જ ઝડપી પાડ્યો હતો.
આધારકાર્ડમાં સુધારા માટે લાંચ માંગવામાં આવી
તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે, ખાનગી ઓનલાઇન સર્વિસ સેન્ટર ચલાવતો આરોપી અશ્વિન બાંભણિયા ભાવનગર મહાનગરપાલિકાના કર્મચારીઓ સાથે મળીને લાંચનું આખું નેટવર્ક ચલાવતો હતો.આધારકાર્ડમાં જરૂરી સુધારા-વધારા કરવાના કામ માટે અરજદારો પાસેથી રૂ.2000થી લઈને રૂ.3000 સુધીની લાંચ વસૂલવામાં આવતી હતી.આ કેસમાં પણ ફરિયાદી પાસેથી આધારકાર્ડમાં સુધારા માટે રૂ.3000ની લાંચ માંગવામાં આવી હતી.
