ભારતીય રેલવે મુસાફરો માટે સુવિધા વધારવા હેતુ સતત પ્રયાસ કરી રહી છે. રેલવે બોર્ડની સૂચના મુજબ, નવા નિયમો હેઠળ, ટ્રેન ઉપડવાના 8 કલાક પહેલા પહેલો ચાર્ટ તૈયાર કરવામાં આવશે. જોકે, રિઝર્વ્ડ ટ્રેનોનો બીજો ચાર્ટ પહેલાની જેમ ટ્રેન ઉપડવાના 30 મિનિટ પહેલા તૈયાર થતો રહેશે, તેના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.


પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝન પર અમલમાં આવશે

ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે અત્યાર સુધી ટ્રેનમાં કન્ફર્મેશન ચાર્ટ ટ્રેન ઉપડવાના 4 કલાક પહેલા તૈયાર કરવામાં આવતો હતો. ભારતીય રેલવેએ ચાર્ટ તૈયાર કરવાના નિયમોમાં ફેરફાર કર્યો છે. આ નવો નિયમ 14 જુલાઈ, ૨૦૨૫ (સોમવાર)થી પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝન પર અમલમાં આવશે.

ટ્રેન ઉપડવાના 8 કલાક પહેલા પહેલો ચાર્ટ તૈયાર કરવામાં આવશે

નવા નિયમો હેઠળ, ટ્રેન ઉપડવાના 8 કલાક પહેલા પહેલો ચાર્ટ તૈયાર કરવામાં આવશે. આ અંગે રેલવે બોર્ડ તરફથી સૂચનાઓ પ્રસારિત કરવામાં આવી છે. નવા નિયમ મુજબ, જે ટ્રેનો સવારે 5 થી બપોરે 2 વાગ્યા સુધી દોડશે, જેનો પહેલો રિઝર્વેશન ચાર્ટ રાત્રે 9 વાગ્યે તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત, જે ટ્રેનો બપોરે 2 વાગ્યા પછી અને બીજા દિવસે સવારે 5 વાગ્યા પહેલા ઉપડશે, જેનો પહેલો રિઝર્વેશન ચાર્ટ ટ્રેનના પ્રસ્થાનના 8 કલાક પહેલા બનાવવામાં આવશે.

  • Follow us on: