ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ એટલે કે 'સર્વોત્તમ ડેરી' દ્વારા જિલ્લાના લાખો પશુપાલકોને દિવાળીની મોટી ભેટ આપવામાં આવી છે. ડેરીના નિયામક મંડળ દ્વારા પશુપાલકોની આર્થિક સમૃદ્ધિ અને હિતને ધ્યાનમાં રાખીને દૂધના ખરીદ ભાવમાં રેકોર્ડબ્રેક વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.

21 નવેમ્બરથી કિલોફેટે રૂ. 950નો ભાવ મળશે

સર્વોત્તમ ડેરીની જાહેરાત મુજબ, આગામી તારીખ 21 નવેમ્બર, 2026 ના દૂધ ખરીદ દિવસથી આ નવો ભાવ વધારો અમલમાં આવશે. હાલમાં પશુપાલકોને દૂધના કિલોફેટે રૂ. 920 ચૂકવવામાં આવે છે, જેમાં પ્રતિ કિલોફેટે રૂ. 30નો સીધો વધારો કરવામાં આવ્યો છે. આ વધારા બાદ હવે પશુપાલકોને દૂધનો ખરીદ ભાવ કિલોફેટે રૂ. 950 જેટલો ઐતિહાસિક મળશે.

https://x.com/sandeshnews/status/2121149966576132282?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2121149966576132282%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=

ગત વર્ષની સરખામણીએ કિલોફેટે રૂ. 50નો વધારો

દૂધના ખરીદ ભાવના આંકડાઓ પર નજર કરીએ તો, ગત વર્ષે નવેમ્બર-2025 માં પશુપાલકોને કિલોફેટે રૂ. 900 ચૂકવવામાં આવતા હતા. તેની સરખામણીમાં આ વર્ષે નવેમ્બર-2026 માં કિલોફેટે રૂ. 950 ભાવ થતાં એક જ વર્ષમાં પશુપાલકોને પ્રતિ કિલોફેટે રૂ. 50નો મોટો ફાયદો થયો છે.

Bhavnagar News: Sarvottam Dairy Announces Record Milk Price Hike to Rs 950 Per Kilo Fat

પશુપાલકોને દર મહિને રૂ. 5 કરોડની વધારાની આવક થશે

સર્વોત્તમ ડેરીના આ નિર્ણયથી ભાવનગર જિલ્લા અને સિહોર પંથકના દૂધ ઉત્પાદકોને દર મહિને અંદાજે રૂ. 5 કરોડ જેટલી વધારાની સીધી આવક થશે. મોંઘવારી અને પશુદાણના વધતા ખર્ચ વચ્ચે ડેરી દ્વારા લેવામાં આવેલા આ પગલાંથી સમગ્ર જિલ્લાના પશુપાલકો અને દૂધ મંડળીઓમાં ભારે આનંદ અને ઉત્સાહની લાગણી પ્રસરી ગઈ છે.


આ પણ વાંચો: Bhavnagar News: બગદાણા ગુરુ આશ્રમના વહીવટદાર સામે કોળી સમાજે 14 માંગણીઓ સાથે આવેદનપત્ર આપ્યું