ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર દિવસેને દિવસે રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે અને આ હાઈવે હવે વાહનચાલકો માટે સાચા અર્થમાં 'ડેથ ઝોન' સાબિત થઈ રહ્યો છે. તાજેતરમાં જ મહુવા નજીક આવેલા ભાદ્રોડ ગામ પાસે નેશનલ હાઈવે પર વધુ એક દર્દનાક અકસ્માત સર્જાયો હતો. બાઈક લઈને પસાર થઈ રહેલા યુવાનોને રખડતા આખલાએ જોરદાર અડફેટે લેતા એક યુવકનું કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે તેનો સાથી મિત્ર ગંભીર રીતે ઘવાતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

4 દિવસ પહેલા મિત્ર અને પરિવારને મૂકીને પરત ફરતા બન્યો બનાવ

અકસ્માતની પ્રાપ્ત વિગતો અનુસાર, આજથી 4 દિવસ પહેલા રાકેશ ગોહિલ નામનો યુવક ભાવનગરથી પોતાના મિત્ર અને પરિવારને ઉના પાસે આવેલા કાંધી ગામે બાઈક લઈને મૂકવા માટે ગયો હતો. પરિવારને સલામત રીતે મૂકીને તે પોતાના મિત્ર રાકેશ વાઘેલા સાથે બાઈક પર પરત ભાવનગર આવી રહ્યો હતો. તે દરમિયાન મહુવા પાસેના ભાદ્રોડ ગામ નજીક નેશનલ હાઈવે પર અચાનક ધસી આવેલા રખડતા આખલા સાથે તેમની બાઈકની ધડાકાભેર ટક્કર થઈ હતી.

https://www.instagram.com/reel/Dfm2y9lHCp7/?utm_source=ig_web_copy_link&xtok=MzRlODBiNWFlZA==&srtk=MzRlODBiNWFlZA==

સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા, તંત્રની ઘોર બેદરકારી ઉઘાડી પડી

આ ભયાનક અકસ્માતના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે કઈ રીતે રખડતા આખલાની અડફેટે આવતા જ બાઈકચાલક જમીન પર પટકાઈ જાય છે. આ અકસ્માતમાં રાકેશ ગોહિલનું ઘટના સ્થળે જ ગંભીર ઈજાઓના કારણે કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે બાઈકની પાછળ બેઠેલા રાકેશ વાઘેલાને ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે.

Bhavnagar News: Somnath Highway Death Zone: Stray Cattle Claims Youth's Life in Mahuva

વારંવારના અકસ્માતો છતાં નેશનલ હાઈવે ઓથોરિટી મૌન

ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર રખડતા ઢોરના કારણે અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાય છે અને નિર્દોષ વાહનચાલકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે. તેમ છતાં નેશનલ હાઈવે ઓથોરિટી અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આ ગંભીર સમસ્યા અંગે કોઈ જ નક્કર કામગીરી કરવામાં આવતી નથી. વારંવારની રજૂઆતો છતાં અધિકારીઓ માત્ર મોતનો તમાશો જોઈ રહ્યા હોય તેમ મૌન ધારણ કરીને બેઠા છે, જેને લઈને વાહનચાલકો અને સ્થાનિક લોકોમાં ભારે રોષ અને આક્રોશ વ્યાપી ગયો છે.


આ પણ વાંચો: Amul Milk Price Hike: અમૂલ દૂધના ભાવમાં ફરી વધારો, ગોલ્ડ અને તાજામાં વધ્યો અધધ ભાવ!