સાયબર ક્રાઇમની દુનિયામાં સક્રિય બનેલા ઠગો સામે પૂર્વ કચ્છ પોલીસે કાર્યવાહી પાર પાડી છે.આ સમગ્ર સાયબર કૌભાંડમાં યશ બેંકના ખાતામાંથી કરોડો રૂપિયાની ઉચાપત કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.તપાસ દરમિયાન સામે આવ્યું છે કે ઠગોએ કુલ 211 ટ્રાન્ઝેક્શન મારફતે રૂ.8.46 કરોડ જેવી માતબર રકમની ઓનલાઇન છેતરપિંડી આચરી હતી.બેંક ખાતામાંથી નાણાં સેરવી લેવા માટે આરોપીઓએ ટેકનોલોજીનો દુરુપયોગ કરી આર્થિક ઉચાપતને અંજામ આપ્યો હતો.પૂર્વ કચ્છ પોલીસ સમક્ષ આ કૌભાંડની વિગતો આવ્યા બાદ તુરંત જ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી હતી.ડિજિટલ વ્યવહારોના આધારે પોલીસે આ સાયબર માફિયાઓ પર કડક સકંજો કસવાની કવાયત તેજ બનાવી હતી.

પૂર્વ કચ્છ પોલીસે એક મેગા ઓપરેશન હાથ ધર્યું હતું.

પોલીસ તપાસ આગળ વધતાં આ સાયબર કૌભાંડના તાર માત્ર કચ્છ પૂરતા સીમિત ન હોવાનું સ્પષ્ટ થયું હતું.છેતરપિંડીના તાર દેશનાં વિવિધ રાજ્યો સુધી જોડાયેલા હોવાનું સામે આવતાં પૂર્વ કચ્છ પોલીસે એક મેગા ઓપરેશન હાથ ધર્યું હતું.આ દેશવ્યાપી નેટવર્કને તોડી પાડવા માટે દેશના 9 રાજ્યોમાં કડક કાર્યવાહી કરવામાં આવી હતી. અલગ-અલગ રાજ્યોમાં છાપેમારી કરીને પોલીસે સાયબર માફિયાઓની ગેંગમાં સામેલ કુલ 13 આરોપીઓની ધરપકડ કરી લીધી છે.આ આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ થતાં જ કરોડોની ઓનલાઇન છેતરપિંડીના સમગ્ર ષડયંત્રનો મોટો ભંડાફોડ થયો છે.પોલીસે આરોપીઓની મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કરીને તેઓના દેશવ્યાપી નેટવર્કને વેરવિખેર કરી નાખ્યું છે.

છેતરપિંડી આચરતી ટોળકીઓ સામે કડક કાર્યવાહી

આ વિશાળ સાયબર ઓપરેશનમાં પોલીસની સૌથી મોટી સિદ્ધિ નાણાકીય નુકસાન અટકાવવાની રહી છે. છેતરપિંડીનો ભોગ બનેલી રકમ અન્યત્ર સગેવગે થાય તે પહેલાં જ પૂર્વ કચ્છ પોલીસે તાકીદે કાર્યવાહી કરીને રૂ. 3.82 કરોડથી વધુની રકમ ફ્રીઝ કરાવી દીધી છે. કુલ રૂ. 8.46 કરોડની આ ડિજિટલ લૂંટમાં આટલી મોટી રકમ ફ્રીઝ કરાવવામાં મળેલી સફળતા પોલીસની સતર્કતા દર્શાવે છે. 13 આરોપીઓની ધરપકડ સાથે સમગ્ર દેશમાં સક્રિય આ સાયબર નેટવર્કની કમર તૂટી ગઈ છે. પૂર્વ કચ્છ પોલીસના આ ધડાકાથી ઓનલાઇન છેતરપિંડી આચરતી ટોળકીઓ સામે કડક કાર્યવાહી થઈ છે.

આ પણ વાંચોઃ Rajkot News: PSIનો પુત્ર છું રોડ પર ફટાકડા કેમ ફોડો છો કહી મહિલા વેપારીને ધમકાવ્યા, પથ્થરમારો કર્યો