ધોરડો ગામના 80થી વધુ રહેણાકમાં કુલ 177 કિલોવોટ ક્ષમતાના સોલાર રૂફટોપ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. સોલારથી દરેક વીજ વપરાશકર્તાને વાર્ષિક રૂ.16 હજારથી વધુનો આર્થિક લાભ થવાનો થશે. યુનાઇટેડ નેશનલ વર્લ્ડ ટૂરિઝમ ઓર્ગેનાઇઝેશન (UNWTO) દ્વારા ‘બેસ્ટ ટુરિઝમ વિલેજ’ તરીકે પ્રતિષ્ઠિત કચ્છના ધોરડો ગામનું પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના અંતર્ગત 100% સોલરાઇઝેશન કરવામાં આવ્યું છે.
કચ્છનું ધોરડો ગામ સોલાર વિલેજ બન્યું













