ભુજ ખાતે મહિલા કોલેજમાં કચ્છ યુનિવર્સિટીના મેનેજમેન્ટ સ્ટડીઝ વિભાગનાં ઉપક્રમે ગુજરાત ઇન્ડિયન ઇકોનોમિક્સ એન્ડ એલાઈડ સાયન્સિસ એસોસિયેશનની વિક્સિત ભારત ૨૦૪૭ વિષયક ૬ઠ્ઠી વાર્ષિક આંતરરાષ્ટ્રીય પરિષદનાં બીજા દિવસે ૧૦ ટેકનિકલ સેશન્સ યોજાયા હતા.
ભારત ૨૦૪૭ની દૃષ્ટિ હાંસલ કરવામાં પર્યટનની ભૂમિકા
જેમાં વિકસિત ભારત ૨૦૪૭ની દૃષ્ટિ હાંસલ કરવામાં પર્યટનની ભૂમિકા, ડિજિટલાઈઝેશન અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની ભૂમિકા, વિકસિત ભારત જ્ર ૨૦૪૭ના લક્ષ્યોમાં સામાજિક વિજ્ઞાનોનું યોગદાન, ગ્રીન ઈકોનોમી અને બ્લુ ઈકોનોમીઃ સસ્ટેઇનેબિલિટીનું ભવિષ્ય, એપ્લાઈડસાયન્સના વૈજ્ઞાનિક અભિગમો, ફઇનાન્શિયલ સેક્ટર સુધારાઓ અને વિકસિત ભારત ૨૦૪૭નો માર્ગ, વૈશ્વિક પરિસ્થિતિ અને ભારતના વિકાસ માર્ગ પર તેનો પ્રભાવ, વિરાસતથી વિકાસઃ ભારતીય જ્ઞાન પરંપરા - વિકસિત ભારત ૨૦૪૭નો આધાર,વિકસિત ભારત જ્ર ૨૦૪૭ના અંતર્ગત કચ્છમાં પર્યટનનો વિકાસ તેમજ કચ્છના વિશેષ સંદર્ભમાં કિનારે અને સાગરજીવ વૈવિધ્ય સંરક્ષણ સહિત વિષયો આવરી લેવાયા હતા.
કુલ ૧૦ સત્રમાં ૧૨૭ સંશોધન પેપરો રજૂ થયા
કુલ ૧૦ સત્રમાં ૧૨૭ સંશોધન પેપરો રજૂ થયા હતા જેમાં કચ્છની મૌખિક પરંપરા, લોકસાહિત્ય, ભારતીય લોકકલાનો આધુનિક ઉપયોગ, વારસા સંરક્ષણના પડકારો, વેલનેસ ટુરિઝમ અને શિક્ષણ જેવા વિષયો આવરી લેવાયા હતા.બનાના નિકાસની વર્તમાન સ્થિતિ, ગિગ અર્થતંત્ર, અભ્યાસ, કૌટિલ્ય અર્થશાસ્ત્રના આધુનિક પ્રાસંગિકતા, લોન માફી નીતિ અને મોબાઇલ બેન્કિંગ દ્વારા મહિલાઓના સશક્તિકરણ જેવા મુદ્દાઓ પર રજૂઆતો કરાઇ હતી. પરિષદ દરમ્યાન બ્રેન સ્ટોરમિંગ સેશન પણ યોજાયું હતું, જેમાં નિષ્ણાતો સાથે વિદ્યાર્થીઓએ ચિંતન કરી ભવિષ્યની દિશાઓ પર ચર્ચા કરી હતી.
ગ્રાઉન્ડ વોટર મેનેજમેન્ટ દ્વારા ગ્રામ્ય અર્થતંત્રનું સશક્તિકરણ
ગ્રાઉન્ડ વોટર મેનેજમેન્ટ દ્વારા ગ્રામ્ય અર્થતંત્રનું સશક્તિકરણ, દરેક માટે સુરક્ષિત અને સસ્ટેનેબલ પીવાનાં પાણીની સુનિશ્ચિતતા, શહેરીકરણ અને ઔદ્યોગિક વૃદ્ધિમાં ગ્રાઉન્ડ વોટરની ભૂમિકા અને સમુદાય આધારિત ગ્રાઉન્ડ વોટર ગવર્નન્સ તરફ્ના માર્ગ સહિત મુખ્ય મુદ્દાઓ પર નિષ્ણાતોએ ભૂગર્ભ જલનાં સંરક્ષણની દિશામાં રજૂઆતો કરી હતી. યુગાંધારભાઈએ સમગ્ર સેશનની સમિક્ષા કરતાં જણાવ્યું હતું કે, ટેકનોલોજીએ આવડત સાથે અને આવડતે ટેકનોલોજી સાથે સમન્વય સાધવો પડશે ત્યારે જ ભૂગર્ભ જળનાં સંરક્ષણની દિશામાં સાર્થક પ્રક્રિયા થશે.
આ પણ વાંચોઃ Gir Somnath News: મૃતક શિક્ષકના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો, શિક્ષણ મંત્રી પ્રદ્યુમ્ન વાજા કોડીનાર દોડી ગયા