ગીર સોમનાથ જિલ્લાના કોડીનારના છારા ગામના BLOના આપઘાતથી રોષ ફેલાયો છે. મૃતક શિક્ષકના પરિવારજનોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો છે. શિક્ષકનો મૃતદેહ સ્વીકારવા માટે પરિવારજનોએ ઈનકાર કર્યો છે અને હોસ્પિટલના પીએમ રૂમની બહાર બેસી ગયા છે. આ દરમિયાન પૂર્વ સાંસદ દિનુ સોલંકી પણ હોસ્પિટલ પહોંચ્યા હતાં. તેમણે પરિવારજનોની માગ સરકાર સુધી પહોંચાડવા ખાતરી આપી હતી.


શિક્ષણ મંત્રી પ્રદ્યુમ્ન વાજા પણ કોડીનાર પહોંચ્યા

આ ઘટનામાં શિક્ષણ મંત્રી પ્રદ્યુમ્ન વાજા પણ કોડીનાર પહોંચ્યા હતાં. તેમણ કોડીનાર સરકારી હોસ્પિટલમાં મૃતક શિક્ષકના પરિવાર સાથે મુલાકાત કરી હતી. મૃતકના સસરા સહિતના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કરી દીધો છે. આ ઉપરાંત મૃતકની પત્નીને નોકરી આપવાની માગ પણ કરી છે.પરિવારજનોની માગ સંદર્ભે નગરપાલિકા કચેરી ખાતે મંત્રી અને અધિકારીઓ સાથે બેઠક શરૂ થઈ હતી.

શિક્ષક અરવિંદ વાઢેર કામથી કંટાળી આપઘાત કર્યો

કોડીનારના દેવળી ગામે શિક્ષક અરવિંદ વાઢેર કામથી કંટાળી આપઘાત કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમના પરિવારજનોએ મૃતકની પત્નીને નોકરી અને વળતર આપવાની માગ કરી છે. આ ઉપરાંત જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની પણ માગ કરી છે. તેમણે એક ચીઠ્ઠી લખી હતી અને તેમાં SIRની કામગીરીથી થાકી ગયાનો ઉલ્લેખ કર્યો હતો. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ Ahmedabad News: આતંકી અહેમદ સૈયદે જ સંગઠન બનાવવા ષડયંત્ર રચ્યું, ત્રણ યુવકોને શપથ લેવડાવી આતંકી પ્રવૃત્તિમાં જોડ્યા

  • Follow us on: