ગુજરાત ATS દ્વારા પકડવામાં આવેલા આતંકીઓ મામલે મોટો ખુલાસો સામે આવ્યો છે. જેલમાં એક આંતકી પર થયેલા હુમલા બાદ તપાસ સઘન બનાવી દેવાઈ છે. તેવામાં આતંકવાદીઓને લઈને નવો ખુલાસો સામે આવ્યો છે. આતંકી અહેમદ સૈયદે જ સંગઠન બનાવવા ષડયંત્ર રચ્યું હતું. તેણે કટ્ટરવાદી યુવાનોને સંગઠનમાં જોડવાનો પ્રયાસ કર્યો હતો. તેણે ત્રણ યુવકોને શપથ લેવડાવી આતંકી પ્રવૃત્તિમાં જોડ્યા હતાં.
મોબાઈલમાંથી ISISને લગતું સાહિત્ય મળ્યુ
ગુજરાત ATSના SP કે. સિદ્ધાર્થે કહ્યું હતું કે, આતંકી અહેમદ સૈયદનું ISIS અને ISKP જેવું સંગઠન બનાવવા પ્લાનિંગ હતું.સંગઠન બનાવ્યા બાદ આતંકી હુમલા કરવા આયોજન હતું. આતંકી સોહિલ ISIS સાથે જોડાયેલ હોવાનો પૂરાવો મળ્યો છે. સોહિલના ઘરમાંથી ISISનો બ્લેક ઝંડો મળ્યો છે. જ્યારે અહેમદ સૈયદના મોબાઈલમાંથી ISISને લગતું સાહિત્ય મળ્યુ છે.













